છત્તીસગઢમાં સત્તાવિરોધી લહેરે બગાડયો ભાજપનો ખેલ

નવી દિલ્હી, તા. 11: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ થયાં છે. પરિણામોમાં પણ સવારથી જ કોંગ્રેસ આગળ ચાલી રહ્યો હતો. છેલ્લાં 15 વર્ષથી છત્તીસગઢમાં ભાજપનું શાસન હતું પરંતુ ખેડૂતી નારાજગી સહિતના મુદ્દે રમણ સરકારની નિષ્ફળતાએ ભાજપને જાકારો આપ્યો હતો અને કોંગ્રેસની જીત થઈ હતી. 
2003થી રાજ્યમાં સરકાર ચલાવી રહેલા ભાજપને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડયો હતો. ચૂંટણી પહેલાથી જ રમણસિંહ વિરુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેની અસર એક્ઝિટ પોલમાં પણ જોવા મળી હતી. 
રમણ સિંહ રાજ્યમાં ચાવલ બાબાના નામે પ્રખ્યાત છે પરંતુ ખેડૂતોની નારાજગી રમણ સરકારને ભારે પડી છે. ખેડૂતો પાકનાં મૂલ્યને લઈને સતત ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કરતા આવ્યા છે. જેનું નુકસાન ચૂંટણીમાં ભાજપને ઉઠાવવું પડયું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer