સંસદનું શિયાળુ સત્ર શરૂ : ગૃહોના મૃતક નેતાઓને અંજલિ બાદ મુલતવી પક્ષ નહીં

પ્રજાહિતને આગળ કરવા પક્ષોને પીએમનો અનુરોધ
 
નવી દિલ્હી, તા. 11: આજથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે, સંસદનાં બંને ગૃહો, માજી વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી,  લોકસભાના માજી સ્પીકર સોમનાથ ચેટરજી અને કેન્દ્રિય મંત્રી અનંથકુમાર સહિત તાજેતરમાં નિધન પામેલા નેતાઓને અંજલિ આપવા સાથે મુલતવી રહ્યા હતા. સત્ર તા. 8 જાન્યુઆરી સુધી ચાલશે. સત્ર શરૂ થવા પહેલાં સંસદની બહાર વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને ચર્ચામાં ભાગ લેવા, જાહેર હિતોના મુદ્દાઓની ચર્ચા કરવા અને તેના ઉકેલાર્થે કામ કરવા અનુરોધ કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતું કે ગૃહના તમામ સભ્યો કેટલાક ચાવીરૂપ ખરડાની ચર્ચામાં મદદરૂપ થાય તેવી આશા રાખુ છું. મને આત્મવિશ્વાસ છે કે રાજકીય પક્ષો જાહેર હિતને ધ્યાનમાં રાખશે અને આ સત્રને, પક્ષના નહીં પ્રજાના હિતોને આગળ ધપાવવા ખપમાં લેશે.
શિયાળુ સત્ર સામાન્ય રીતે નવે.માં શરૂ થાય છે, પણ આ વખતે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવતાં તે વિલંબમાં મુકાયું.
આ સત્રમાં વિચારણા માટે અને પસાર કરવા માટે 23 ખરડા યાદી પર છે, બે પાછા ખેંચી લેવાના છે. 22 નવા ખરડા દાખલ કરવા, વિચારણા માટે અને પસાર કરવા હાથ ધરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer