વિનમ્રતાથી જનાદેશ સ્વીકારીએ છીએ : મોદી

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 11 : રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણ અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ અંગે પ્રતિક્રિયા આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર જણાવ્યું છે કે અમે જનાદેશ વિનમ્રતાપૂર્વક શિરે ડાવીએ છીએ. અમને સેવા કરવાની તક આપવા બદલ હું છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનવાસીઓનો આભાર માનું છું. આ રાજ્યોમાંની ભાજપની સરકારોએ લોકોના કલ્યાણ માટે અવિરતપણે કામ કર્યું હતું.

Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer