દિલીપકુમાર 96 વર્ષના થયા, સાદગીથી બર્થ-ડે ઊજવ્યો

દિલીપકુમાર 96 વર્ષના થયા, સાદગીથી બર્થ-ડે ઊજવ્યો
મુંબઈ, તા.11 (પીટીઆઇ) : અભિનય સમ્રાટ દિલીપ કુમાર આજે 96 વર્ષના થયા, પરિવારજનો અને નજીકના મિત્રો સાથે સાદગીથી પીઢ અભિનેતાનો 97મો જન્મદિન ઊજવાયો હતો, એમ દિલીપ કુમારના પત્ની પીઢ અભિનેત્રી શાયરા બાનોએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાંક વર્ષોથી વયોવૃદ્ધ અભિનેતાની તબીયત નરમ-ગરમ રહેતી હોવાથી કોઇ સેલિબ્રેશન કરાતું ન હોવાનું પણ શાયરા બાનોએ કહ્યું હતું.  શાયરા બાનોએ કહ્યું હતું કે આ વર્ષે અમે બર્થડે પાર્ટી નથી રાખી તેનું કારણ એ છે કે અમારી બંનેની તબીયત સારી નથી રહેતી. ચિંતાનું કોઇ જ કારણ નથી પરંતુ તાવ કે શરદી જેવી નાની-મોટી અડચણ પણ આવી શકે એવું વિચારીને અગાઉથી કોઇ પાર્ટીનું આયોજન નહોતું કરાયું. આજે દિલીપ સાહેબ ખુશ મિજાજમાં હતા. તેથી નજીકના મિત્રો અને પરિવારજનો સાથે ઘરે સાદગીથી તેમનો જન્મદિન ઊજવાયો હતો. 
દિલીપ સાહેબને કોહિનૂર હીરોની ઉપમા આપતા શાયરા બાનોએ કહ્યું હતું કે મારા માટે તો સાહેબ દુનિયાની સૌથી મોટી ભેટ છે. હું ઉપરવાળાનો આભાર માનું છું કે તેમણે મને આવા ઉત્તમ જીવનસાથી આપ્યા, તેમની સાથે હું એક-એક ક્ષણ કિંમતી માનીને વીતાવું છું. તેમને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે અને અમને લોકોનો આવો જ પ્રેમ મળતો રહે એવી દિલીપ સાહેબના બર્થ ડેના અવસરે પ્રાર્થના.
Published on: Wed, 12 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer