પ્રજાવિરોધી નીતિને કારણે ભાજપનાં વળતાં પાણી થયાં : અમિત ચાવડા

પ્રજાવિરોધી નીતિને કારણે ભાજપનાં વળતાં પાણી થયાં : અમિત ચાવડા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.11: પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપની પ્રજા વિરોધી  નીતિઓને કારણે ભાજપના વળતા પાણીની શરૂઆત થઇ છે. રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યાને એક વર્ષમાં પ્રજાઓ ન્યાય આપ્યો છે. આ પરિણામ સાબિત કરે છે કે જનતા રાહુલ ગાંધીની સાથે છે. ભાજપની ખેડૂત અને યુવા વિરોધી નીતિને કારણે પ્રજાએ જાકારો આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જનતાએ ભાજપને હારનું ટ્રેલર બતાવ્યું છે. 
અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, અન્યાયની હાર થઇ છે. વર્ષોથી ભાજપનું શાસન હોવાથી પ્રજા કંટાળી ગઇ છે.  ધર્મ અને મંદિરના નામે ભાજપ ચૂંટણી લડતો આવ્યો છે. ભાજપ સરકારમાં થયેલા કૌભાંડોને કારણે પ્રજા ભાજપથી દૂર થઇ ગઇ છે. આગામી 2019ની ચૂંટણીમાં દેશની જનતા રાહુલ ગાંધીને જરૂર જીતાડશે. 20મી ડિસેમ્બરના રોજ જસદણની પેટા ચૂંટણીમાં પણ જનતા ભાજપને જાકારો આપશે. જસદણના લોકો તેમની સાથે અને પક્ષ સાથે દગો કરનારા લોકોને ઘરભેગા કરી દેશે.

Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer