વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઈકૉનૉમિક ઍડ્વાઈઝર સુરજિત ભલ્લાએ રાજીનામું આપ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઈકૉનૉમિક ઍડ્વાઈઝર સુરજિત ભલ્લાએ રાજીનામું આપ્યું
દિલ્હી, તા. 11 : જાણીતા ઈકૉનૉમિસ્ટ અને કૉલમનિસ્ટ સુરજિત ભલ્લાએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈકૉનૉમિક ઍડ્વાઈઝરી કાઉન્સિલના પાર્ટ ટાઈમ સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. ભલ્લાએ ટ્વીટરમાં જણાવ્યું હતું કે તેમણે 1 ડિસેમ્બરે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈકૉનૉમિક ઍડ્વાઈઝરી કાઉન્સિલના મુખ્ય હેડ નીતિ આયોગના સભ્ય બિબેક ડેબેરોઈ છે. આ સિવાય રથીન રૉય, અશિમા ગોયલ અને શમિકા રૉય પાર્ટ ટાઈમ સભ્યો છે. 
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer