અયોધ્યા કેસ : સુનાવણીનું સમયપત્રક સુપ્રીમ કોર્ટ 29 જાન્યુઆરીએ નક્કી કરશે

અયોધ્યા કેસ : સુનાવણીનું સમયપત્રક સુપ્રીમ કોર્ટ 29 જાન્યુઆરીએ નક્કી કરશે
નવી દિલ્હી, તા. 10: સર્વોચ્ચ અદાલત સમક્ષ અયોધ્યા કેસની થતી સુનાવણીની એક નોંધનીય ઘટનામાં ન્યાયમૂર્તિ યુ.યુ. લલિતે કેસની સુનાવણીથી પોતાને અળગા કરી દીધા છે.  '94માં યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની સરકાર વતી તેઓ કોર્ટમાં ઉપસ્થિત રહી ચુક્યા હતા એ હકીકત તરફ મુસ્લિમ પક્ષના વકીલ સીનિયર એડવોકેટ રાજીવ ધવને ધ્યાન દોરતાં જસ્ટિસ લલિતે પોતાને અળગા કર્યા છે. આ ગતિવિધિને પગલે અદાલતે બેન્ચની પુન:રચના કરવા નિર્ણય કર્યો છે અને કેસની સુનાવણીના સમયપત્રક વિશે આગામી તા.29મીએ નિર્ણય થશે.

Published on: Fri, 11 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer