એન્ડી મરે ભાવુક : ભીની આંખે કહ્યં, અૉસ્ટ્રેલિયન ઓપન આખરી સ્પર્ધા

એન્ડી મરે ભાવુક : ભીની આંખે કહ્યં, અૉસ્ટ્રેલિયન ઓપન આખરી સ્પર્ધા
મેલબોર્ન, તા.11: ઇજાઓથી પરેશાન બ્રિટનના દિગ્ગજ ટેનિસ ખેલાડી એન્ડી મરેએ આજે ભાવુક થઇને કહયું છે કે ઓસ્ટ્રેલિયન ઓપન તેની આખરી ટૂર્નામેન્ટ બની શકે છે. પૂર્વ નંબર વન અને ત્રણ વખતના ગ્રાંડસ્લેમ વિજેતા એન્ડી મરે પત્રકાર પરિષદમાં ભાવુક થઇ ગયો હતો અને તેની આંખ ભીની થઇ ગઇ હતી. તેણે કહયું દર્દ કયારેક અસહનીય હોય છે. 31 વર્ષના બ્રિટનના આ ખેલાડીએ કહયું કે હું ખામીઓ સાથે વધુ રમી શકું છું, પણ મને એથી સંતોષ કે આનંદ મળશે નહીં. મારો ઇરાદો ઘરઆંગણે વિમ્બલ્ડનમાં રમીને કેરિયરને વિરામ આપવાનો હતો, પણ એવું લાગે છે કે ત્યાં સુધી રમવું મુશ્કેલ છે. મરેને 77 વર્ષ પછી વિમ્બલ્ડન જીતનારા બ્રિટનના ખેલાડી તરીકે જાણવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે પહેલા રાઉન્ડમાં 22મા ક્રમના ખેલાડી રોબર્ટો બતિસ્તા સામે ટકરાશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer