ચિદમ્બરમનાં પત્ની સામે સીબીઆઈનું ચાર્જશીટ

શારદા જૂથ પાસેથી 1 કરોડ લીધાનો આરોપ
 
નવી દિલ્હી, તા. 11: ચીટ ફન્ડ કૌભાંડમાં ભેરવાયેલી સારદા જૂથની કંપનીઓ પાસેથી પૂર્વ નાણાં મંત્રી પી. ચિદંબરમનાં પત્ની નલિની ચિદંબરમે રૂ.1.4 કરોડ મેળવ્યાનો આરોપ મૂકતું ચાર્જશીટ સીબીઆઈએ કોલકાટાની ખાસ કોર્ટમાં નોંધાવ્યાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ કંપનીઓના ભંડોળનું ચીટીંગ અને ઉચાપત કરવાના ઈરાદે નલિનીએ સારદા જૂથના માલિક સુદીપ્ત સેન સાથે મળી ફોજદારી કાવતરુ કર્યાનો આરોપ છે એમ સીબીઆઈના પ્રવકતા અભિષેક દયાલે જણાવ્યું હતું. સેન સામે સેબી, આરઓસી જેવી એજન્સીઓ દ્વારા ચાલતી તપાસ સાથે `કામ પાડી લેવા' સંદર્ભે પૂર્વ કેન્દ્રિય મંત્રી માર્તંડ સિંહથી અબોલા લેનાર પત્ની મનોરંજનાએ સેનનો પરિચય નલિની સાથે કરાવી આપ્યો હતો અને તેના સાટે નલિનીએ '10થી '12 દરમિયાન ઉકત રકમ મેળવી હતી એવો આરોપ સીબીઆઈએ મૂકયો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer