લગ્ન બાદની પ્રથમ લોહરી ઊજવી કપિલ શર્માએ

લગ્ન બાદની પ્રથમ લોહરી ઊજવી કપિલ શર્માએ
છેલ્લા થોડા સમયથી ટીકા અને ટિપ્પણીઓનો ભોગ બનતા કપિલ શર્માના જીવનમાં સોનેરી દિવસોનું પુનરાગમન થયું લાગે છે. ગત ડિસેમ્બર મહિનામાં ગિની સાથે તેના લગ્ન થયા અને તેનો ટીવી શો પણ ફરી શરૂ થયો છે તથા સારો ટીઆરપી મેળવી રહ્યો છે. આ સફળતાથી થઈ ખુશ કપિલે પંજાબી રીતરિવાજ અનુસાર લગ્ન બાદની પ્રથમ લોહરી ઊજવી હતી. પંજાબી કલ્ચર ઍન્ડ હેરિટેજ બોર્ડ દ્વારા લોહરી કી રાતનું આયોજન કરાયું હતું. તેના અધ્યક્ષ ચરણ સિંહ સપ્રા સાથે કપિલ-ગિની, રાજકુમાર રાવ, તુષાર કપૂર, મુકેશ રિશી, અનુ મલિક, અપાર શક્તિ ખુરાના જેવી સેલિબ્રિટિઝ હાજર હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer