છેલ્લા થોડા સમયથી બૉલીવૂડમાં લગ્ન અને છૂટાછેડાના સમાચારો સૌથી વધુ સાંભળવા મળે છે. અરબાઝ ખાન અને મલઇકા અરોરા છૂટા પડયા તેના સમાચારથી સલીમ ખાનના પરિવાર વિશે જાતજાતની વાતો સાંભળવા મળી હતી. હવે મલઇકા પોતાનાથી નાની ઉંમરના અર્જુન કપૂર સાથે ડેટિંગ કરી રહી છે. એક સમયે લોકનજરથી બચવાના પ્રયાસો કરતું આ યુગલ હવે જાહેરમાં સાથે જોવા મળે છે. હવે તેઓ નવા ઘરને શોધી રહ્યા છે જેથી લગ્ન કરીને ઠરીઠામ થાય. 2019માં લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા અર્જુન અને મલઇકા રિયલ એસ્ટેટ એજન્ટોના સંપર્કમાં રહે છે. આ જોતાં એમ લાગે છે કે પોતાના બંને લગ્નથી થયેલા સંતાનો એક છત નીચે રહે એવું બોની કપૂરનું સપનું પૂરું થશે નહીં. શ્રીદેવીના મૃત્યુ બાદ બોનીના ચારે સંતાનો વચ્ચે એકતા જોવા મળી છે. આથી બોનીને આશા હતી કે તેઓ એક ઘરમાં સાથે રહી શકશે. પરંતુ કપૂર પરિવારની વહુના પગલાં નવા ઘરમાં થશે એમ લાગે છે.
અર્જુન-મલઇકા ઘર શોધી રહ્યાં છે
