પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન ગંભીર : પાઇ-પાઇ માટે તરસી રહ્યો છે

પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન ગંભીર : પાઇ-પાઇ માટે તરસી રહ્યો છે
વડોદરા, તા.18: પૂર્વ ભારતીય ક્રિકેટર વડોદરાના જેકોબ માર્ટિન એક સડક દુર્ઘટનાને લીધે હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યો છે. તે હાલ ગંભીર સ્થિતિ વચ્ચે વેન્ટિલેટર પર છે. આગળના ઇલાજ માટે પૈસા પણ નથી રહ્યા. આથી આ પૂર્વ ક્રિકેટરની પત્નીએ વડોદરા ક્રિકેટ એસો. પાસે મદદની અપીલ કરી છે. જેકોબ માર્ટિનની પત્ની ખ્યાતિ કહે છે કે વડોદરા ક્રિકેટ એસો.એ 5 લાખની સહાયનું વચન આપ્યું હતું, પણ હજુ સુધી કોઇ મદદ મળી નથી. જેકોબ માર્ટિન વડોદરાની રણજી ટ્રોફીનો સુકાની હતો અને ભારત તરફથી 10 ઇન્ટરનેશનલ વન ડે મેચ રમી ચૂકયો છે.


Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer