હાર્વિક-સ્નેલની જોડીએ બાજી પલટાવી : સૌરાષ્ટ્ર માટે જીતની તક

હાર્વિક-સ્નેલની જોડીએ બાજી પલટાવી : સૌરાષ્ટ્ર માટે જીતની તક
રણજી ટ્રૉફીના કવાર્ટરમાં યુપી સામે 372 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા સૌરાષ્ટ્રના 2/195
 
લખનૌ, તા.18: યુવા ઓપનિંગ જોડી હાર્વિક દેસાઇ અને સ્નેલ પટેલની સાહસિક ઇનિંગથી સૌરાષ્ટ્ર યૂપી સામેના રણજી ટ્રોફીના કવાર્ટર ફાઇનલમાં હારની બાજી પલટાવી છે અને જીતની તક સર્જી છે. 372 રનના વિજય લક્ષ્યાંક સામે મેચના ચોથા દિવસના અંતે સૌરાષ્ટ્રના બીજા દાવમાં 2 વિકેટે 195 રન થયા હતા. આવતીકાલે મેચના આખરી દિવસે સેમિ ફાઇનલમાં પહોંચવા સૌરાષ્ટ્રને 177 રનની જરૂર છે. તો યૂપીને સેમિમાં પહોંચવા 8 વિકેટની જરૂર છે. આથી મેચ રોમાંચક બન્યો છે.
આજે યૂપીનો બીજો દાવ 194 રન પૂરો થયો હતો. સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર જાડેજાએ 4 અને ચેતન સાકરિયાએ 3 વિકેટ લીધી હતી. આ પછી સૌરાષ્ટ્રને જીત માટે 372 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે સામે યુવા હાર્વિક દેસાઇ અને સ્નેલ પટેલે પહેલી વિકેટમાં 132 રનની ભાગીદારી કરી હતી. સ્નેલ પટેલ 114 દડામાં 9 ચોક્કાથી 72 રને આઉટ થયો હતો. આ પછી વિશ્વરાજ જાડેજાએ પણ ઉપયોગી 35 રનની ઇનિંગ રમી હતી. હાર્વિક 209 દડામાં 11 ચોક્કાથી 83 રને અને નાઇટ વોચમેન કમલેશ મકવાણા 4 રને નોટઆઉટ રહ્યા હતા. આવતીકાલે મેચના અંતિમ દિવસે ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પુજારાની ઇનિંગ પર સૌરાષ્ટ્રની જીતનો આધાર રહેશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer