નેતૃત્વ રાની રામપાલને સોંપાયું
નવી દિલ્હી, તા.18: સ્પેન પ્રવાસ માટેની ભારતીય મહિલા હોકી ટીમનું સુકાન ફરી એકવાર સ્ટાર સ્ટ્રાઇકર રાની રામપાલને સોંપાયું છે. હોકી ઇન્ડિયા દ્રારા આજે સ્પેન પ્રવાસ માટેની 18 મહિલા ખેલાડીની હોકી ટીમ જાહેર થઇ છે. ભારતીય મહિલા હોકી ટીમ સ્પેન સામે 4 મેચ રમશે. જ્યારે બે મેચ વર્લ્ડ કપની રનર્સ અપ ટીમ આયરલેન્ડ સામે રમશે. કોચ શોન મારિને કહયું છે કે ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ કરાયું છે.
ભારતીય મહિલા હોકી ટીમ: સવિતા અને રજની ઇતીમારપૂ (બન્ને ગોલકીપર), રીના ખોખર, દીપ ગ્રેસ એકકા, સલીમા ટેટે, નિક્કી પ્રધાન, ગુરજીત કૌર, સુશીલા ચાનૂ (તમામ ડિફેન્ડર) લિલિમા મિંજ, કરિશ્મા યાદવ, સોનિકા, નેહા ગોયેલ (તમામ મિડફિલ્ડર), રાની રામપાલ (સુકાની), વંદના કટારિયા, નવનીત કૌર, લાલરેમસિયામી, ઉદિતા અને નવજોત કૌર (તમામ ફોરવર્ડ).
સ્પેન પ્રવાસમાં ભારતીય મહિલા હોકી ટીમનું
