મલેશિયા માસ્ટર્સમાં સાઇના સેમિ ફાઇનલમાં

મલેશિયા માસ્ટર્સમાં સાઇના સેમિ ફાઇનલમાં
ઓકુહારા સામે જીત : હવે કેરોલિના મારિન સામે ટક્કર
 
કુઆલાલમ્પુર, તા.18 : ભારતની અનુભવી બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ મલેશિયા માસ્ટર્સમાં  પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. સાતમા ક્રમની સાઇનાએ 48 મિનિટના મુકાબલા સામે ઓકુહારા સામે 21-18 અને 23-21થી રોમાંચક જીત મેળવી હતી. આ જીતથી સાઇનાનો ઓકુહારા સામે જીત-હારનો રેકોર્ડ 9-4 થયો છે. સેમિ ફાઇનલમાં સાઇનાની ટક્કર સ્પેનની ત્રણ વખતની વિશ્વ વિજેતા કેરોલિના મારિન સામે થશે. સ્પેનની આ દિગ્ગજ ખેલાડી સામેના 10 મુકાબલામાં સાઇનાએ પાંચમાં જીત મેળવી છે. 

Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer