વિપ્રો 3 શૅર દીઠ 1 શૅર બોનસ આપશે

વિપ્રો 3 શૅર દીઠ 1 શૅર બોનસ આપશે
ત્રિમાસિક નફો 30 ટકા વધીને રૂા. 2510 કરોડ

નવી દિલ્હી, તા.18 : આઈટી સર્વિસીસ કંપની વિપ્રોનો ડિસેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30 ટકા વધીને રૂા. 2,510.4 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 1,931 કરોડ હતો. નફો ત્રિમાસિક ધોરણે 33 ટકા વધ્યો છે. 
કંપનીએ દર ત્રણ શૅર 
સામે એક શૅરના બોનસ શૅરની જાહેરાત પણ કરી છે. તેમ જ કંપનીના બોર્ડે ઈક્વિટી શૅરદીઠ રૂા. 1ના વચગાળાના ડિવિડન્ડની અને એડીઆરની ભલામણ કરી છે. 
સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીની શૅરદીઠ આવક રૂા. 5.57 હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 4.03 હતી. કુલ આવક 10.73 ટકા વધીને રૂા. 15,150.6 કરોડ થઈ છે. આઈટી સર્વિસીસ સેગમેન્ટમાં આવક વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂા. 14,666 કરોડ થઈ છે, જે ડિસેમ્બર 2017ના અંતના ત્રિમાસિક ગાળામાં રૂા. 12,978 કરોડ હતી. 
કંપનીએ ડિસેમ્બરમાં પૂરા થતા નવ મહિનાના ગાળાના નાણાકીય પરિણામો પણ જાહેર કર્યા છે. કંપનીનું વિપ્રો ઍરપોર્ટ આઈટી સર્વિસીસ લિમિટેડમાં ઈક્વિટી હોલ્ડિંગ 74 ટકાથી ઘટીને 11 ટકા થયું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer