માર્ચની શરૂઆતમાં લોકસભા ચૂંટણીનું એલાન !

ચૂંટણી પંચે મતદાનના તબક્કા અને તારીખને લઈને વિચારણા શરૂ કર્યાના અહેવાલ : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ સાથે યોજાવાની સંભાવના
 
નવી દિલ્હી, તા. 18 : વર્તમાન લોકસભાનો કાર્યકાળ આગામી 3 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે અને તમામ રાજનીતિક દળો અગાઉથી જ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન એવી અટકળ થઈ રહી છે કે માર્ચ મહિનાના પહેલા અઠવાડીયામાં લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે. કહેવાય રહ્યું છે કે, ચૂંટણી પંચે ગયા અઠવાડિયે તમામ પ્રદેશના ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ હવે ફાઈનલ હોમવર્ક શરૂ કરી દીધું છે. આ ઉપરાંત લોકસભા સાથે સિક્કિમ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓરિસ્સા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવે તેવી સંભાવના છે. 
એક અહેવાલ અનુસાર સામાન્ય ચૂંટણી માટે મતદાનના તબક્કા અને વિસ્તારની ઓળખ થઈ રહી છે. ચૂંટણી પંચની બેઠકમાં તારીખના એલાન પહેલા સ્થાનિક તહેવારો, પરીક્ષા, હવામાન, ખેતી અને સુરક્ષા દળોની ઉપલબ્ધતા સહિતના મુદ્દે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. 5 વર્ષ અગાઉ 2014માં થયેલી લોકસભા ચૂંટણીની તારીખ પણ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચે કુલ 9 તબક્કામાં લોકસભા ચૂંટણી અને 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની ઘોષણા કરી હતી. જો કે 2019માં જમ્મુ કાશ્મીર વિધાનસભા સાથે કુલ પાંચ રાજ્યની ચૂંટણી થવાની સંભાવના છે. જો જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી લોકસભાની સાથે થશે તો 2024ની લોકસભા ચૂટણીમાં આ ક્રમ તુટી જશે કારણ કે કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. 
આંધ્ર, ઓરિસ્સા અને અરુણાચલ વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ થઈ ચૂકી છે અને ચૂંટણી પંચે કાશ્મીરમાં 6 મહિનાની અંદર એટલે કે મે મહિના પહેલા ચૂંટણી યોજવી પડશે. જો કે લોકસભા સાથે જ કાશ્મીરમાં ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થાને પણ ધ્યાને લેવી પડશે. સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ 27 મે 2019ના રોજ પુરો થઈ રહ્યો છે. જ્યારે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ ક્રમશ: 18 જૂન, 11 જૂન અને 1 જૂનના રોજ પુરો થઈ રહ્યો છે. 
ગત બે સામાન્ય ચૂંટણીની તારીખની ઘોષણા માર્ચ મહિનામાં થઈ
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ થઈ ચૂકી છે અને ચૂંટણી પંચે કાશ્મીરમાં 6 મહિનાની અંદર એટલે કે મે મહિના પહેલા ચૂંટણી યોજવી પડશે. જો કે લોકસભા સાથે જ કાશ્મીરમાં ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થાને પણ ધ્યાને લેવી પડશે. સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ 27 મે 2019ના રોજ પુરો થઈ રહ્યો છે. જ્યારે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ ક્રમશ: 18 જૂન, 11 જૂન અને 1 જૂનના રોજ પુરો થઈ રહ્યો છે.
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer