વિધાનસભા પક્ષની બેઠકમાં ચાર બળવાખોર સભ્ય ગેરહાજર

કર્ણાટકમાં કૉંગ્રેસે વિધાનસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં ખસેડયા
 
બેંગલુરુ, તા.18 :  કર્ણાટકમાંની  જનતા દળ (એસ)-કોંગ્રેસની યુતિ સરકાર બચાવવાને તીવ્ર ઘમાસાણ ચાલ્યું છે: રાજય કોંગ્રેસ સંગઠિત જ છે એમ ભારપૂર્વક જણાવતાં કર્ણાટક કોંગ્રેસે પક્ષમાંના બળવાની સંભાવનાને અને રાજય સરકારનું પતન લાવવા ભાજપે આદરેલા પ્રયાસો રોળી નાખવા , પક્ષની ચાવીરૂપ બેઠક બાદ આજે તેના ધારાસભ્યોને બેંગલુરુની ભાગોળે આવેલા ઈગલટન રીસોર્ટ ખાતે લઈ ગયો હતો. દરમિયાન રાજય કોંગ્રેસના, `ગાયબ હોવાનું મનાતા'4 ધારાસભ્યોએ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપી ન હતી. તેઓ અને બે અન્યો મુંબઈની હોટેલ ઉતારો રાખ્યો છે અને તેઓ ભાજપના સંપર્કમાં છે. બળવાખોર 4 પૈકી એકે કોર્ટ-સુનાવણીનું કારણ આપી બેઠક ટાળી હતી, બીજાએ અસ્વસ્થ હોવાનું કારણ આપેલું અને બાકી બેએ નેતાગીરીનો સંપર્ક કર્યો ન હતો. રાજયના પૂર્વ સીએમ અને વિધાનસભા પક્ષના નેતા  સિદ્ધારમૈયાએ જણાવ્યુ હતું કે `તેઓને તેમની ગેરહાજરી પુરવાર કરવા કહેવાશે. નોટિસ જારી કરી જંવાબ મગાશે, જે આવી ગયે પક્ષપ્રમુખ સાથે ચર્ચા થશે.' (કોગ્રેસે તેના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજરી આપવા અન્યથા એકશનનો સામનો કરવા આદેશ આપ્યો હતો. ગેરહાજરીને પક્ષમાંથી વિદાય તરીકે જોવાની ચેતવણી અપાઈ હતી.)
બેઠક બોલાવી હતી કારણ કે આપણા ઘણા ધારાસભ્યો જતા રહ્યાના અનુમાનો મીડિયા કરવા લાગ્યું છે. અમારામાંનુ કોઈ જ ભાજપમાં ગયું નથી, તેઓ અફવા ફેલાવી રહ્યા છે, 4 ગેરહાજરોને બાદ કરતા બાકી તમામે (80માંથી 76 સભ્યોએ) બેઠકમાં હાજરી આપી હતી એમ સિદ્ધારમૈયાએ કહ્યુ હતુ. (આનંદ સિંહ અને ભીમા નાઈક નામના બે બળવાખોરો ઉકત બેઠકમાં નાટ્યાત્મક રીતે હાજર થઈ ગયા હતા.)  તેમણે આક્ષેપ કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને અન્ય કેન્દ્રિય નેતાઓ કર્ણાટક સરકારને અસ્થિર કરવા પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે માત્ર એક દક્ષિણી રાજયમાં તેઓ મજબૂત છે. ભાજપએ ધારાસભ્યોને રૂ. 50-70 કરોડ ઓફર કર્યા છે અને મંત્રી બનાવવાના વચન આપ્યા છે. મારી પાસે તેના પુરાવા છે. ચોકીદાર પાસે આટલા પૈસા આવ્યા કયાંથી?
Published on: Sat, 19 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer