સરકાર ડાન્સબાર ફરી ધમધમે એના મૂડમાં નથી

સરકાર ડાન્સબાર ફરી ધમધમે એના મૂડમાં નથી
પહેલા નવો કાયદો લાવશે અને એમાં સફળતા નહીં મળે તો વટહુકમ બહાર પાડશે
 
મુંબઈ, તા. 18 : ડાન્સબાર પર આકરી શરતો મૂકવા સરકારે હિલચાલ શરૂ કરી દીધી છે. સરકાર આ સંબંધે એક વટહુકમ બહાર પાડે એવી શક્યતા છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે આપેલા આદેશને કારણે મુંબઈ સહ મહારાષ્ટ્રમાં ડાન્સબાર ફરી શરૂ થાય એવી શક્યતા ઊભી થઈ છે. ડાન્સબાર શરૂ થાય એ માટે સરકાર રાજી નથી. એટલે એ શરૂ ન થાય એ માટે સરકાર પહેલા કાયદાકીય માર્ગ અપનાવશે.
ડાન્સબાર પર જો કાયદાકીય રીતે અંકુશ મૂકવામાં સફળતા નહીં મળે તો રાજ્ય સરકાર વટહુકમ લઈ આવશે. જો વટહુકમ આવશે તો ડાન્સબારના માલિકોને ફરી કાનૂની લડાઈ શરૂ કરવી પડશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે શરતો હળવી ભલે કરી, પણ અમે પોલીસને સૂચના આપી સ્થાનિક સ્તરે કાયદા કઠોર કરીશું. કોર્ટનો ઓર્ડર એકવાર હાથમાં આવી જાય એ બાદ હું વિગતવાર ટિપ્પણી કરીશ અને શું પગલા લેવા એ નક્કી કરીશું.  
નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે કહ્યું હતું કે ડાન્સબાર્સ પર પ્રતિબંધ મૂકનાર આર. આર. પાટીલને અમે સંપૂર્ણ રીતે ટેકો આપ્યો હતો. હવે અલગ વલણ લેવાનો સવાલ આવતો જ નથી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer