લદ્દાખમાં ભીષણ હિમતોફાનની ઝપટે ટ્રક : પાંચ જણનાં મોત

લદ્દાખમાં ભીષણ હિમતોફાનની ઝપટે ટ્રક : પાંચ જણનાં મોત
પાંચ લાપતા : અન્ય કેટલાંક વાહનો પણ ફસાયાની આશંકા : બચાવકામ જારી

લદ્દાખ, તા. 18 : જમ્મુ અને કાશ્મીરમાં લદ્દાખના ખારડુંગલા ક્ષેત્રમાં ભીષણ હિમસ્ખલનની ઝપટે એક ટ્રક ચડી જતાં તેમાં સવાર પાંચ જણનાં મોત થઈ ગયાં હતાં જ્યારે પાંચ અન્ય લાપતા છે.
સરહદ માર્ગ સંગઠન (બીઆરઓ)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર સવારે 7 વાગ્યે ટ્રક બરફના તોફાનમાં દટાઈ ગઈ હતી. અમે લોકોને બચાવવા કર્મચારીઓ અને મશીનોને કામે લગાડી દીધા હતા. પોલીસ, સેના અને રાજ્ય આપત્તિ નિવારણ દળના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
તેમણે કહ્યું હતું કે, હજી સુધી પાંચ જણના મૃતદેહ મળી આવ્યા છે. લાપતા લોકોની શોધખોળ જારી છે. તાપમાન માઈનસ 15 ડિગ્રી સુધી ઊતરી ગયું હોવાથી અને હિમતોફાનનો ભય હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. આ હિમતોફાનમાં અન્ય કેટલાક વાહનો પણ ફસાયા હોવાની આશંકા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer