રામમંદિર નિર્માણમાં વિલંબથી મોદી સરકાર પર સંઘ ખફા

રામમંદિર નિર્માણમાં વિલંબથી મોદી સરકાર પર સંઘ ખફા
પ્રયાગરાજ, તા. 18 : અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાંના વિલંબથી ખિન્ન થયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હવે તો કેન્દ્રની ભાજપી નેતૃત્વવાળી સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. સંઘનું માનવું છે કે આગામી લોકસભા ચૂંટણી જીત્યા પછી ય કેન્દ્રમાંની નરેન્દ્ર મોદીની સરકાર રામમંદિર નિર્માણની દિશામાં એક પણ કદમ નહીં ઉપાડે.
આરએસએસમાં નંબર ટુ ગણાતા અને તેના મહામંત્રી ભૈયાજી જોશીએ મોદી સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યુ હતું કે મોદી સરકાર કહે છે કે રામ મંદિર 2025માં બંધાઈ જશે. પ્રયાગરાજમાં ચાલતા કુંભ મેળામાંના એક કાર્યક્રમને સંબોધતાં આ વિધાન કરનાર જોશીએ એવો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો કે ગુજરાતમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ કરાયા બાદ 1952માં બન્યુ હતું તેમ દેશની વૃદ્ધિ સાથે રામ મંદિરનું નિર્માણ વેગ પકડશે.
રામ મંદિર નિર્માણ આડે કેટલાક પડકારો છે, જેનું નિરાકરણ હાથ ધરવું મહત્ત્વનું છે એમ જણાવી જોશીએ ઉમેર્યુ હતું કે રામ મંદિર એ માત્ર મંદિર નહી હોય, બલકે તેના બાંધકામ સાથે ભારતમાંના કરોડો હિન્દુઓની આસ્થા સંકળાયેલી છે.
મોદીના નેતૃત્વમાં ભારત ફરી વિશ્વનેતા બનવાના પંથે આગળ વધશે એવા મોદી સરકારના દાવાને નિશાન બનાવતાં જોશીએ કહ્યુ હતું કે દોઢસો વર્ષ બાદ ભારત વિશ્વનેતા બનશે. 
Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer