રોકાણ માટે ભારત સૌથી શ્રેષ્ઠ : નરેન્દ્ર મોદી

રોકાણ માટે ભારત સૌથી શ્રેષ્ઠ : નરેન્દ્ર મોદી
`ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસમાં ભારતને ટોપ ફિફ્ટીમાં લાવવાના પ્રયાસો તેજ'
 
નવમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટનમાં વડા પ્રધાનનું વિશ્વ સમુદાયને આમંત્રણ
 
નિલય ઉપાધ્યાય તરફથી
ગાંધીનગર, તા.18: ભારતમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્રવર્તમાન સમયે સૌથી શ્રેષ્ઠ વાતાવરણ છે. વિશ્વના કોઇપણ ખૂણામાંથી સાહસિક ભારતમાં ઉદ્યોગ સ્થાપવા આવે તો હું  તેમના માટે હંમેશા સક્રિય રહીશ તેવું આહવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમી વાયબ્રન્ટ સમિટના ઉદ્દઘાટનવેળા વૈશ્વિક સમુદાય સમક્ષ ખૂલ્લા દિલે કર્યું હતુ.
ગાંધીનગરમાં આજથી ત્રિદિવસિય વાયબ્રન્ટ સમિટનો આરંભ થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય કોર્પોરેટસ, વિદેશી-વડાપ્રધાન-મંત્રીઓ તથા પ્રતિનિધિ મંડળોની ઉપસ્થિતિમાં ભારત શા માટે રોકાણ માટે હવે ઉત્તમ દેશ બની ચૂક્યો છે તેની ઝાંખી કરાવી હતી. વડાપ્રધાને કહ્યું કે, પાછલા ચાર વર્ષમાં ભારત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 142માંથી 77મા ક્રમે આવી ચૂક્યું છે. આવતા વર્ષે 50મા ક્રમે લાવવા અમે કામ કરી રહ્યા છીએ. ભારતમાં થતું ઉત્પાદન સસ્તું પડે અને ઉદ્યોગકાર નિકાસ કરી શકે તેવી નીતિઓ અમે લાવ્યા છીએ. જીએસટી પારદર્શિતા લાવ્યો છે, ડિજીટલ વ્યવહારોએ ઝડપ વધારી છે અને સીંગલ વિન્ડો સિસ્ટમ બિઝનેસને સરળ બનાવી રહ્યો છે. ભારત હવે તમામ ક્ષેત્રોમાં એફડીઆઇને આવકારે છે. 90 ટકા મંજૂરીઓ ઓટોમેટિક મળે છે. ભારતમાં 263 અબજ ડોલરનું વિદેશી રોકાણ છેલ્લાં ચાર વર્ષમાં આવ્યું છે. જે પાછલા 18 વર્ષના કુલ રોકાણના 45 ટકા છે.
ભારતમાં હવે એન્જીનીયરીંગનું ભણતર વિશ્વસ્તરનું બન્યું છે અને રિસર્ચમાં પણ ભારત આગળ નીકળી ગયું છે.પાછલા બે વર્ષથી ભારતમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. 30માંથી 25 ટકા ટેક્સ ઉદ્યોગ ક્શેત્રે થનારા નવા રોકાણ માટે કરી આપ્યો છે. ટ્રેડમાર્કની કામગીરી ઝડપી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer