શહેરમાં ફરી ઠંડી વધશે

મુંબઈ, તા. 19 : જાન્યુઆરીના પ્રારંભિક થોડા દિવસોમાં ઠંડીનો ચમકારો વર્તાયા બાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન વધ્યું હતું. જોકે હવામાનશાત્રીઓએ કરેલી આગાહી મુજબ આગામી દિવસોમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે.
કોલાબામાં ગઈકાલે લઘુતમ તાપમાન 19.6 ડિગ્રી સેલ્સિયસ નોધાયું હતું. જ્યારે સાંતાક્રુઝમાં તે 16.4 ડિગ્રી રહ્યું હતું. અનેક મુંબઈગરાને ગત સપ્તાહની તુલનામાં ઓછી ઠંડીનો અનુભવ થયો હતો. શહેરનું મહત્તમ તાપમાન 30-32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જોવા મળ્યું હતું. ઇસ્ટર્લી વિન્ડઝને કારણે તાપમાનમાં વધારો થયો હતો. જોકે આગામી 24થી 48 કલાકમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી સુધી જઈ શકે છે, એમ હવામાન શાત્રીએ જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer