ડાન્સ બાર : નવા ખરડામાં સ્થાનિક લોકોની NOC લેવાશે

મુંબઈ, તા. 19 : સુપ્રીપ કોર્ટે આપેલી બંધારણીય માન્યતાને લીધે રાજ્ય સરકાર હાલના મહારાષ્ટ્ર પ્રોહિબિશન અૉફ ઓબ્સીન ડાન્સ ઇન હોટેલ્સ, રેસ્ટોરંટ ઍન્ડ બાર રૂમ્સ એન્ડ પ્રોટેકશન અૉફ ડિગ્નિટી અૉફ વુમેન ઍક્ટ 2016માં સુધારો કરી શકે નહીં એમ જણાવતા અધિકારીઓએ ઉમેર્યું હતું કે સરકાર ડાન્સ બાર માલિકોને નિષ્ફળ બનાવવા માગતી હોય તો તેણે વટહુકમ જારી કરવો પડશે. જે નવા કાયદામાં રૂપાંતરિત 
કરી શકાશે.
નાણાં પ્રધાન સુધીર મુન્ગંટીવારના કથનનો પડઘો પાડતાં એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે બજેટ સત્રમાં ડાન્સ બાર પર પ્રતિબંધ લાદવા માટે વ્યાપક ખરડો લાવવાની યોજના હોઈ તેમાં ડાન્સ બારની બહાર સીસીટીવી નેટવર્ક મૂકવા ઉપરાંત તેના માલિકોને સ્થાનિક રહેવાસીઓ પાસેથી `નો અૉબ્જેકશન સર્ટિફિકેટ' (એનઓસી) મેળવવાનું જણાવાશે. વધુમાં આગ માટેના એનઓસીના નિયમોને પણ વધુ કડક બનાવવામાં આવશે.
મુન્ગંટીવારે અગાઉ જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો કાયદાકીય અભ્યાસ કરી રહ્યા છીએ અને આગામી કૅબિનેટ બેઠકમાં અમારી સમક્ષના તમામ વિકલ્પોની ચર્ચાવિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer