જિમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેકથી યુવાનનું મોત

મુંબઈ, તા. 19 : થાણેના વિષ્ણુનગરમાં વ્યાયામશાળામાં કસરત કરતી વખતે કથિતપણે જોરદાર હાર્ટ એટેકને કારણે એક 28 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રતીક પરદેશી નામના આ યુવાનના મિત્રોએ જણાવ્યું હતું કે `વેઈટલિફટિંગ' કર્યા બાદ પ્રતીકને બેચેની થવા લાગી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી.
પ્રતીકને તુરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. તેમણે હાર્ટ એટેકની સંભાવના વ્યક્ત કરી હતી. પ્રતીક વ્યાયામશાળાનો જૂનો સભ્ય હોવા છતાં નિયમિત જતો ન હતો, જોકે તેનું શરીર હૃષ્ટપુષ્ટ હતું, એમ નૌપાડા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ ઇન્સ્પેક્ટર સી. જાધવે જણાવ્યું હતું.

Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer