વડા પ્રધાન મોદી માતા હીરાબાને મળ્યા

ગાંધીનગર, તા. 19 : વડા પ્રધાન મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાત આવી પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. ગાંધીનગરથી વિદાય લેતાં પહેલાં મોદી પોતાના 95 વર્ષીય માતા હીરાબાને મળવાનું ચૂક્યા નથી. સામાન્ય રીતે જ્યારે મોદી અમદાવાદ કે ગાંધીનગરના પ્રવાસ પર આવે છે ત્યારે તેઓ અચૂક તેમની માતાને મળે છે, પરંતુ છેલ્લી કેટલીક વખતથી તેઓ ગુજરાત પ્રવાસ પર આવ્યા હોવા છતા તેઓ તેમની માતા હીરાબાને મળી શક્યા ન હતા.  સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીનાં માતાની તબિયત ઉંમરના કારણે થોડી ખરાબ રહે છે.

Published on: Sat, 19 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer