કોચના ઠપકા બાદ બંગાળની જુ. હોકી ટીમના ખેલાડીઓએ શિર મૂંડાવ્યાં

કોચના ઠપકા બાદ બંગાળની જુ. હોકી ટીમના ખેલાડીઓએ શિર મૂંડાવ્યાં
ઘટનાના ઘેરા પડઘા: તપાસ સમિતિ રચાઈ

કોલકતા તા.21: બંગાળની અન્ડર-19 હોકી ટીમના ખેલાડીઓએ કોચના ઠપકા  બાદ તેમના શિર મૂંડાવી દીધા છે. કોચ આનંદકુમાર તેમની ટીમના પ્રદર્શનથી નારાજ હતા. આથી તેમણે યુવા હોકી ટીમના ખેલાડીઓને ખીજાયા હતા. આ પછી ટીમના લગભગ બધા ખેલાડીઓએ ટકો કરાવી લીધો છે. આ મામલે વિવાદે જોર પકડયા બાદ બંગાળ હોકી સંઘ (બીએચએ) દ્રારા ત્રણ સભ્યની તપાસ સમિતિ રચવામાં આવી છે. બીએચએના સેક્રેટરી સ્વપ્ન બેનરજીએ કહયું છે કે જે પણ દોષિ હશે તેને કડક સજા થશે. સાઇના મહાનિર્દેશક મનમીત સિંહએ પણ કહયું છે કે તેઓ ખેલાડીઓ સાથે વાત કરશે.
બંગાળની અન્ડર-19 હોકી ટીમના એક ખેલાડીએ જણાવ્યું કે ટીમના ખરાબ પ્રદર્શન બાદ કોચ ઇચ્છતા હતા કે તમામ ખેલાડીઓ શિર મૂંડાવે.  એક ખેલાડીએ આ વાત ન માની તો તેને અનુશાસનમાં નથી તેવું કહેવાયું. જો કે બાકીના ખેલાડીઓએ ટકો કરાવ્યો છે. ખેલાડી કહે છે આ કોચ માટે સન્માનની વાત છે. કોઇ પણ ખેલાડીઓ દબાણમાં આવી ટકો કરાવ્યો નથી.
બંગાળની જુનિયર હોકી ટીમ નેશનલ ચેમ્પિયનશીપ-બી ડિવિઝનમાં નામધારી ઇલેવન સામે 1-5 ગોલથી હારી હતી. આ પછી કોચ આનંદકુમાર ભારે ગુસ્સામાં હતા અને તેમણે ખેલાડીઓને શિર મૂંડાવાની સજા કરી હતી. જો કે હવે આનંદકુમાર આ ઘટનામાં તેઓ સામેલ હોવાનો ઇન્કાર કરી રહ્યા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer