મહારાષ્ટ્ર એપીએમસી કાયદામાં ફરી ફેરફાર થશે

મહારાષ્ટ્ર એપીએમસી કાયદામાં ફરી ફેરફાર થશે
પુણે, તા.21 : એગ્રિકલચરલ પ્રોડયુસ માર્કેટિંગ (ડેવલપમેન્ટ ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટમાં ફેરફાર કરવા માટે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના નેતાઓ, વેપારીઓ અને માથાડી કામગારો સહિતના હિસ્સાધારકો સાથે વાતચીત કરવાનું શરૂ 
કર્યું છે. 
આ બાબતે તાજેતરમાં જ રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત પાટીલ સાથે મિટિંગ યોજાઈ હતી, જેમાં ખેડૂત નેતાઓ અને વેપારીઓએ એગ્રિકલચર પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી મંડી)માં થતાં વેપાર ઉપર સેસ નાબૂદ કરવાના અને એપીએમસી હોલસેલ બજારની બહાર પણ કૃષિ જણસોની વેપાર કરવાના મંજૂરી આપતા એગ્રિમેન્ટ કર્યા હતા. 
નવેમ્બર 2018માં કાયદામાં ફેરફાર કરવાના ખરડાને રાજ્યના વિધાનસભામાં પસાર કર્યા બાદ સરકારે વિધાન પરિષદમાંથી પાછો ખેંચ્યો હતો, જેનું મુખ્ય કારણ મુંબઈ અને પુણે માર્કેટ કમિટી દ્વારા અચાનક માંડવામાં આવેલી હડતાળ હતી. એપીએમસી કમિટીનો આક્ષેપ હતો કે આ નવા ખરડાથી એપીએમસીનું નિયંત્રણ મર્યાદિત રહેશે. આ ખરડામાં જરૂરી આઈટમોને કાર્યક્ષેત્રમાંથી મુક્ત રાખવાનો અને તેમને માર્કેટથી બહાર પણ વેચવાનો પ્રસ્તાવ હતો. 
ખરડામાં જોગવાઈ હતી કે એપીએમસી મંડીમાં જે જણસો ઉપર વેપાર થાય તેમાં સેસ/માર્કેટ ફી લાદી શકશે પરંતુ બજારથી બહાર વેપારીઓ ઉપર આ ફી લાદી શકશે નહીં. આ ખરડાને પાછો ખેચતા રાજ્ય સરકારે જાહેર કર્યું કે હિસ્સાધારકો સાથે મતભેદ હોવાથી આ ખરડાને પાછો ખેચવામાં આવ્યો છે. 
શેતકરી સંઘટનાના પ્રેસિડેન્ટ અનિલ ઘનવટે કહ્યું કે, પહેલી મિટિંગ તાજેતરમાં યોજાઈ છે. અમે એ વાતથી સંમત થયા છે કે જો એમપીએમસી મંડીમાં વેપાર કરવા ઉપર સેસ લાદવામાં આવે તો વેપારી તે ચૂકવી શકશે નહીં. તેથી મંડીમાં સેસ લાગુ પડવો જોઈએ નહીં પરંતુ મંડીની બહાર સરકારે મહેસૂલ વધારવા કંઈક રસ્તો કાઢવો જોઈએ. જોકે, અમે આ વાત પણ મૂકી છે કે ખેડૂતોને તેમના પાક ક્યાંય પણ વેચવાની છૂટ આપવી જોઈએ, પછી ભલે તેઓ મોટી કંપનીઓને સીધુ વેચાણ કરે. આ સોદામાં એપીએમસીની કોઈ ભૂમિકા હોવી જોઈએ નહીં. આ વાતથી વેપારીઓ સંમત થયા હતા. એપીએમસીમાં જોગવાઈ છે કે `અમુક/સૂચિત બજાર વિસ્તારમાં કૃષિ ઉત્પાદન અને સ્ટોક ઉપર એપીએમસી નિયમન કરી શકશે નહીં, આ જોગવાઈ નવા ખરડામાં પણ છે અને ખેડૂતો આ જોગવાઈમાં કોઈ સમાધાન કરશે નહીં, એમ પણ તેમણે કહ્યું હતું.
સરકારી સૂત્રોએ કહ્યું કે, આગામી 10 દિવસની અંદર હજી એક મિટિંગ થશે. સરકાર લોકસભાની ચૂંટણી પહેલા નવો ખરડો રજૂ કરી શકે છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer