વ્યાજની ઊંચી આવકથી કોટક મહિન્દ્ર બૅન્કનો નફો રૂા. 1291 કરોડ થયો

વ્યાજની ઊંચી આવકથી કોટક મહિન્દ્ર બૅન્કનો નફો રૂા. 1291 કરોડ થયો
મુંબઈ, તા.21 : માર્કેટ કૅપિટલાઈઝેશનની દૃષ્ટિએ દેશની પાંચમાં ક્રમની બૅન્ક કોટક મહિન્દ્ર બૅન્કનો ડિસેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 23 ટકા વધીને રૂા. 1,291 કરોડ થયો છે, વધારા પાછળનું મુખ્ય કારણ ઊંચી વ્યાજની આવક અને સંભવિત નુકસાન સામેની જોગવાઈઓ હતું. ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બૅન્કનો ચોખ્ખો નફો રૂા. 1,053 કરોડ હતો. 
ડૂબવાપાત્ર લોન (બૅડ લોન) સામેની જોગવાઈ પચાસ ટકા વધીને રૂા. 255 કરોડ થઈ હતી, બૅન્કે માર્કેટ-ટુ-માર્કેટ નુકસાન પાછળ રૂા. 272 કરોડની રકમ રાઈટ-બેક કરી છે. અસ્ક્યામતની ગુણવત્તા સુધરી હતી, પરંતુ ગ્રોસ બૅડ લોન સૂચિત ત્રિમાસિક ગાળામાં 2.07 ટકા હતી, જે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 2.15 ટકા અને ડિસે.-17ના ત્રિમાસિક ગાળામાં 2.31 ટકા હતી. 
વ્યાજની આવક પચીસ ટકા વધીને રૂા. 6,250 કરોડ થઈ હતી, જ્યારે ચોખ્ખો વ્યાજનું માર્જિન 4.33 ટકા હતુ, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 4.27 ટકા હતું. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) સાથે ચીફ એક્ઝિક્યૂટીવ અૉફિસર ઉદય કોટકના ઝઘડા વચ્ચે પણ બૅન્કના ત્રિમાસિક નાણાકીય પરિણામો સારા આવ્યા છે. આરબીઆઈએ કોટકને કહ્યું હતું કે તેઓ બૅન્કમાં હિસ્સો 29.73 ટકાથી ઘટાડે. 
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer