મલાડમાં મેડિકલ સ્ટોરના ગુજરાતી માલિક પર થયો ચોપરથી હુમલો

મલાડમાં મેડિકલ સ્ટોરના ગુજરાતી માલિક પર થયો ચોપરથી હુમલો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મલાડમાં મેડિકલ સ્ટોરના ગુજરાતી માલિક પર થયેલા ગંભીર હુમલા બાદ દિંડોશી પોલીસે ત્રણ દિવસ બાદ  એફઆઈઆર નોંધ્યો હતો.
મલાડ પૂર્વમાં સુભાષ લેનમાં કૈલાશ મેડિકલ સ્ટોર ધરાવતા કલ્પેશ રમણીકલાલ વ્યાસ (52) ગુરુવારે સવારે પોણા છ વાગ્યે મેડિકલ સ્ટોરમાંથી બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે વૈષ્ણોદેવી મંદિર પાસે બાઇક પર આવેલા બે અજાણ્યા શખસોએ તેમના પર ચોપરથી એટેક કર્યો હતો.
કલ્પેશ વ્યાસે જન્મભૂમિને કહ્યું હતું કે હુમલામાં મને પગ અને ખભા પર ઇજા થઈ છે અને મને ટાંકા પણ આવ્યા છે. હુમલા બાદ દિંડોશી પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી હતી છતાં છેક રવિવારે પોલીસે એફઆઈઆર લખ્યો હતો. હુમલા માટે મને નવી મુંબઈના એક ડૉક્ટર પર શક છે અને એનું નામ પણ મેં પોલીસને આપ્યું છે. છતાં હજી કોઈ એક્શન નથી લેવાતા. આ ડૉક્ટર પાસેથી મારે મોટી રકમ લેવાની નીકળે છે અને ભૂતકાળમાં મેં નવી મુંબઈ પોલીસમાં પણ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારના હુમલા બાદ મને ફોન પર ધમકીઓ મળી રહી છે.
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer