સીબીઆઈ: રાવની નિમણૂક સામેની અરજીની

સીબીઆઈ: રાવની નિમણૂક સામેની અરજીની
સુનાવણીમાંથી ખસી જતા સીજેઆઈ ગોગોઈ
 
નવી દિલ્હી તા. 21 (પીટીઆઈ): સીબીઆઈના વચગાળાના ડિરેકટરપદે એમ. નાગેશ્વર રાવની નિમણૂકને પડકારતી અરજીની સુનાવણીથી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ પોતાને અળગા કર્યા છે. સીબીઆઈના વડા માટેના નામોનું શોર્ટ લિસ્ટિંગ, પસંદગી અને નિમણૂકની પ્રક્રિયામાં પારદર્શકતા જળવાય તેવી ખેવના તેમણે વ્યકત કરી હતી. એજન્સીના નવા ડિરેકટર નકકી કરવા પસંદગી સમિતિના તેઓ સભ્ય સુનાવણીમાંથી તેઓ ખસી ગયા છે. ઉકત અરજીની સુનાવણી તા. 24મીએ અન્ય બેન્ચ કરશે.
દરમિયાન, સીબીઆઈના વચગાળાના પ્રમુખ એમ નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલી બદલીને સીબીઆઈ અધિકારી એકે  બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. આલોક વર્માને સીબીઆઈ ચીફ પદેથી દૂર કર્યા બાદ નાગેશ્વર રાવને સીબીઆઈના ડાયરેક્ટરનો કારભાર ફરી એક વખત સોંપવામાં આવ્યો હતો. પદ સંભાળતાની સાથે જ રાવે વર્મા દ્વારા કરવામાં આવેલી બદલીઓના આદેશને રદ કરવામાં આવ્યો હતો અને 11 જાન્યુઆરીના રોજ એકે બસ્સીને પોર્ટ બ્લેર મોકલવાનો આદેશ જારી કર્યો હતો.  આ બદલીને પડકારતી અરજી બસ્સી દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.
Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer