વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધાની ટિકિટોનાં કાળાં બજાર

મુંબઈ, તા. 22 : વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધા - 2019ની 25મી જૂને લોર્ડ્સ પર યોજાનારી ઇંગ્લૅન્ડ - અૉસ્ટ્રેલિયા વચ્ચેની મેચની એક ટિકિટ અધધ 11 લાખ રૂપિયામાં વેચાઈ હોવાના અહેવાલ છે. જે આઈસીસીએ નક્કી કરેલા દર કરતાં 104 ગણા વધારે છે. આઈસીસીએ વિશ્વ કપ 2019ની ટિકિટોનાં વેચાણ વેળા આ ટિકિટો પુન: વિક્રી માટે નથી એવી શરત મૂકી હતી. તેણે પોતાની વેબસાઈટ પર ટિકિટ સીધેસીધી જનતાની વિક્રી માટે રખાશે નહીં એવી સ્પષ્ટતા કરી હતી તેમ છતાં લંડનસ્થિત `વાય ગો ગો' જેવી કંપનીઓ તેનું છડેચોક વેચાણ કરી રહી છે. સ્પર્ધાને પાંચ મહિના બાકી છે ત્યારે આટલા ઊંચા ભાવે ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે.

Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer