ફ્લેટ ખરીદનાર સાથે છેતરપિંડી : સિદ્ધાર્થ ધાનુ અદાલતના શરણે

મુંબઈ, તા. 22 : ઘર ખરીદનાર સાથે કહેવાતી છેતરપિંડી આચરી નાસતા ફરતા ટાયકે રિયલ્ટીના ડિરેક્ટર સિદ્ધાર્થ ધાનુએ ગઈકાલે અદાલત સમક્ષ સમર્પણ કર્યું હતું. ધાનુ પોતાને રૂપારેલ બીલ્ડર્સના બિઝનેસ પાર્ટનર તરીકે ઓળખાવી રૂપારેલ એરિયાના પ્રોજેક્ટમાંના ફ્લેટોનું વેચાણ કરતા હતા. 
શનિવારે પોલીસે સિદ્ધાર્થનાં પત્ની રોનિતા અને કઝીન ગૌતમની ધરપકડ કરી હતી. આ બંને પણ કેસમાં આરોપી રહ્યાં છે. અદાલતને સમર્પણ કરવા પૂર્વે આર્થિક ગુના પાંખના અધિકારીઓએ સિદ્ધાર્થને વધુ પૂછપરછ કરવા પોતાની કસ્ટડીમાં લીધા હતા. પોલીસે સિદ્ધાર્થ, તેની પત્ની રોનિતા, પિતા વસંત અને કઝીન ગૌતમ સામે સિડનહામ કૉલેજના પ્રોફેસરે ફાઈલ કરેલી ફરિયાદના આધારે કેસ રજિસ્ટર્ડ કર્યો હતો.
આરોપીએ ફ્લેટ ખરીદનારાને ફ્લેટો વેચીને તેઓ પાસેથી રૂા. 5.64 કરોડ પડાવ્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer