દેના બૅન્ક મહત્ત્વની 14 પ્રૉપર્ટીઝ વેચી દેશે

મુંબઈ, તા. 22 : દેના બૅન્ક, બૅન્ક અૉફ બરોડામાં ભળી જવાની છે તેણે દેશમાંની 14 મહત્ત્વની પ્રૉપર્ટી વેચવા મૂકી છે જેમાં મુંબઈની જેવીપીડી અને નેપિયન્સી રોડ પરની એમ બે પ્રૉપર્ટી પણ સમાવિષ્ટ છે. આ પ્રૉપર્ટીની કિંમત રૂા. 540 કરોડ જેવી અંકાય છે. બૅન્કે આ માટે માર્કેટિંગ કન્સલ્ટન્ટસ તરીકે એનારોક પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ્સની નિમણૂક કરી છે.
બૅન્ક અૉફ બરોડા સાથે મર્જ થવા પહેલાં દેના બૅન્ક તેની મૂડી અસ્ક્યામત છુટ્ટી કરી દેવા અને તેના ચોપડાં ``ક્લીન અપ'' કરવા માગે છે.
દેના બૅન્ક અને વિજયા બૅન્ક બન્ને બૅન્કોનું રાષ્ટ્રીયકરણ થવા પૂર્વે તેઓ આ પ્રૉપર્ટીની માલિકી ધરાવતી રહી છે તેવી વધુ અસ્ક્યામતો વેચી દેવા ધારે છે.
દેના બૅન્કને રિઝર્વ બૅન્કનાં ધારાધોરણોમાંથી બહાર નીકળી જવા મૂડીની જરૂરિયાત રહેશે. જે કારણે તેના પર ધિરાણ કરવા માટે કેટલાંક નિયંત્રણો રહ્યાં છે.

Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer