એશિયન બજારો પાછળ નરમ શૅરો

મુંબઈ, તા. 22 : આજે શૅરબજારે ઢીલા ટોને શરૂઆત કરી પછી આગળ ઉપર બજાર ચાલતાં ઘટાડો વધતો જણાયો હતો. ખાસ તો એશિયન બજારોના અહેવાલ આજે સવારે નરમાઈ બતાવનારા હતા. આઈએમએફ દ્વારા વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગે નેગેટીવ સંકેત આપતાં એશિયન બજારોમાં વેચવાલીનો માહોલ હતો. તેની અસરે આજે સવારે 9.25 વાગે સ્થાનિકમાં બન્ને બેન્ચમાર્કો સેન્સેક્ષ 113 પોઈન્ટ તો નિફ્ટી 36 પોઈન્ટ નીચો ક્વોટ થતો હતો જે આગળ ઉપર 10.04 વાગે અનુક્રમે 178 પોઈન્ટસ તૂટીને 36,400ની તો નિફ્ટી 56 પોઈન્ટના ઘટાડાએ 10,905ની સપાટીએ ઊતરી ગયો હતો. તાતા સ્ટીલ, વેદાંતા, હિન્દાલ્કો, મહિન્દ્રા-મહિન્દ્રા, મારુતિ અને અશોક લેલેન્ડના શૅર્સ ઘટયા હતા જ્યારે ટીસીએસ, ઓએનજીસી, કોટક મહિન્દ્રા બૅન્ક અને લાર્સનના શૅરો વધ્યા હતા.

Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer