આદિત્ય પંચોલી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ

આદિત્ય પંચોલી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ
મુંબઈ, તા. 22 : ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી ફરી એક વાર વિવાદમાં છે અને તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક કાર મેકેનિકે ફરિયાદ કરી છે કે તેણે કાર રિપેરિંગના રૂા. 2,82,158 માગ્યા તો પંચોલીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

Published on: Tue, 22 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer