દિલ્હીની આસપાસ આતંકવાદીઓની તપાસ

દિલ્હીની આસપાસ આતંકવાદીઓની તપાસ
નવી દિલ્હી, તા. 22 : રાજધાનીમાં પ્રજાસત્તાક દિનની પરેડના ચાર દિવસ પહેલાં ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કર્યો છે તેમના મતે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં 5થી 6 આતંકવાદીઓ ઘૂસી ગયાની આશંકા છે, જે પૈકી કેટલાક બે મહિના પહેલાં જ દિલ્હીમાં ઘૂસી ચૂક્યા હોઈ હાલ તેઓ કયાં છે તેની કોઈને જાણકારી નથી.

પોલીસને પ્રાપ્ત થયેલા ઇનપુટ મુજબ આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુજાહિદ્દીનના છે. તેમની પાસે વિસ્ફોટકો હોવાની શંકા હોઈ એવો ડર છે કે તેઓમાંથી કોઈ ફિદાઈન હોઈ શકે છે. એવામાં દિલ્હીના તમામ ગિરદીવાળાં સ્થળો જેમ કે આઈએસબીટી, રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને આઈજીઆઈ ઍરપોર્ટ પર એલર્ટ ઘોષિત કરવામાં આવ્યો છે.

આની સાથોસાથ દિલ્હીના મોલ્સ, મલ્ટિપ્લેકસીસ તેમ જ મંદિરોની સુરક્ષા પર વધુ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે તમામ 15 જિલ્લાના ડીએસપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓને એવો આદેશ આપ્યો છે કે તેઓ 26 જાન્યુઆરી સુધી દરેક વિસ્તારોમાં 24 કલાક પેટ્રોલિંગ કરે જેથી તેમની ઉપસ્થિતિથી એસએચઓ અને અન્ય પોલીસકર્મીઓ એલર્ટ રહે. તદુપરાંત રાત્રે બેરીકેડિંગ મૂકી શંકાસ્પદ લોકોની તપાસ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer