મેહબૂબાએ ઇમરાનનાં વખાણ કર્યાં; મોદીરાજ પર ઉગ્ર પ્રહારો

નવી દિલ્હી, તા. 10 : કાશ્મીરમાં જોડાણ સરકાર ચલાવનાર પીડીપી અને ભાજપના રસ્તા અલગ થઇ ગયા છે. કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાનની પ્રશંસા કરવા સાથે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
પાકિસ્તાનમાં ગુરુનાનકજીના નામ પર યુનિવર્સિટીના નામકરણના વખાણ કરતાં મુફતીએ કહ્યું હતું કે, પાકમાં સ્થિતિ સુધરી રહીં છે, તો ભારત પાછળ ધકેલાઇ રહ્યું છે. મહેબૂબાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નિયત પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્રની સર્વેચ્ચ પ્રાથમિકતા ઐતિહાસિક શહેરોના નામ બદલવા અને રામમંદિર બનાવવાની છે. બીજી તરફ એ કેટલી સુખદ બાબત છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન સકારાત્મક પગલાં ભરે છે, ઇમરાને વન અભયારણ્યનું નામ પણ ગુરુ નાનકજીના નામ પર રાખ્યું છે તેવું તેમણે ઉમેર્યું હતું.
 
 

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer