ફેડરેશન કપ : કોરિયા સામેની હારથી ભારત ચોથા સ્થાને

ફેડરેશન કપ : કોરિયા સામેની હારથી ભારત ચોથા સ્થાને
અસ્તાના (કઝાકિસ્તાન) તા. 10: ફેડરેશન કપ મહિલા ટેનિસ ટૂર્નામેન્ટના આખરી કવોલીફાઇ રાઉન્ડમાં ભારતીય ટીમ કોરિયા સામે 1-2થી હારીને ચોથા સ્થાને રહી હતી. કોરિયા સામે પહેલા મેચમાં ભારતની મહન જૈન હારી હતી.
બીજા સિંગલ્સમાં અંકિતા રૈનાએ જીત મેળવી સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો, પણ ડબલ્સમાં અંકિતા રૈના અને પ્રાર્થના થોંબારની ભારતીય જોડીની હાર થઇ હતી. આથી કોરિયાનો 2-1થી વિજય થયો હતો. આથી એશિયા-ઓસનિયા જૂથમાં ભારત ચોથા નંબર પર રહયું હતું.

Published on: Mon, 11 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer