લોકસભાની કેટલી બેઠક આપવી એ કૉંગ્રેસ નક્કી કરે : પ્રકાશ આંબેડકર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રની 48માંથી કેટલી બેઠકો છોડવી એ કૉંગ્રેસ પક્ષે નક્કી કરવાનું છે, દડો હવે તેમની કોર્ટમાં છે એમ ભારિપ બહુજન મહાસંઘના વડા અને દલિત આગેવાન પ્રકાશ આંબેડકરે જણાવ્યું છે.
પ્રકાશ આંબેડકરે આજે પત્રકારોને જણાવ્યું હતું કે સંઘ પરિવારને બંધારણના માળખામાં લાવવાની યોજના કૉંગ્રેસ રજૂ કરે નહીં ત્યાં સુધી અમે કૉંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી વિશે વાતચીત નહીં કરીએ. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે બારામતીની બેઠક પર લોકસભાની ચૂંટણી લડવા માટે આપેલા સંકેત વિશે આંબેડકરે જણાવ્યું હતું કે જેઓ રાજકારણમાં છે એ બધાએ ચૂંટણી લડવી જ જોઈએ.
ભાજપ દ્વારા લોકસભાની 45 બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ તેઓએ 48માંથી 40 બેઠકો પર પેપરટ્રેલ મશીન મૂકવાં જોઈએ. ટ્વિટર જેવી કંપની જો ભારતીય કાયદાને માનતી ન હોય અને સંસદની સમિતિનો આદેશ પાળતી ન હોય તો સરકારે એ કંપનીઓને તાળાં મારવાં જોઈએ. ચીને પોતાનું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઊભુ કરવું જોઈએ.

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer