મલાડની સોસાયટીમાંથી પાંચ ગલૂડિયાં ગુમ, પદાધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મલાડ માર્વે રોડના આદર્શ હેરિટેજ કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાંથી શ્વાનના પાંચ ગલૂડિયાઓ ગુમ થવા સંદર્ભમાં પોલીસે સોસાયટીના પદાધિકારીઓના વિરોધમાં ગુનો નોંધ્યો છે.
આ કિસ્સામાંના ફરિયાદી ભાવિન ભટ્ટ (30) મુંબઈ એનિમલ એસોસિયેશન વતી પ્રાણીઓ ઉપર પ્રાથમિક ઉપચાર કરે છે. આ જ સોસાયટીમાં રહેતા મોહિત નામના કિશોરે તેમને ત્યાંના શ્વાન પર ઉપચાર કરવા બોલાવ્યા હતા, તે અનુસાર ભટ્ટે ગલૂડિયાઓ પર ઉપચાર કર્યો હતો.
દર 15 દિવસે ભટ્ટ ગલૂડિયાઓને જોવા માટે સોસાયટીમાં જતા હતા. 10 જાન્યુઆરીએ હંમેશ મુજબ તેઓ ગલૂડિયાઓને જોવા ત્યાં ગયા ત્યારે એક પણ ગલૂડિયું  નહી ં દેખાતા તેણે ચોકીદારને પૂછપરછ કરી તો તેણે કંઈ પણ જાણતો હોવાનો ઈનકાર કર્યો હતો.
આ પછી મોહિતને સાથે લઈ તેમણે ફરી ચોકીદારની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે સોસાયટીના કમિટી મેમ્બરોના કહેવાથી તે પાંચે ગલૂડિયાઓને મીઠ ચોકીના નર્સરીમાં છોડી આવ્યો છે.
ત્યારે ચોકીની મુલાકાત લીધી તો એક પણ ગલૂડિયું દેખાયું હતું નહી ં તેને લઈ ગલૂડિયાઓને અન્ન અને ઘરથી વંચિત કરવા માટે તેમણે પોલીસમાં ફરિયાદ કરી છે. મલાડ પોલીસ સ્ટેશન વધુ તપાસ ચલાવી રહી છે પણ કહેવાય છે કે ફરિયાદ કર્યાને મહિનો થવા છતાં એક પણ ગલૂડિયાને પોલીસ શોધી શકી નથી તેમ જ તેઓનું શું થયું તે પણ કહેતી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer