કુલગામમાં એકસાથે પાંચ આતંકવાદી ઠાર

સુરક્ષા દળોને આઠ કલાક ચાલેલા અૉપરેશન બાદ મોટી સફળતા : ઘર્ષણ પછી પથ્થરબાજી
કુલગામ/શ્રીનગર, તા.10: દક્ષિણ કાશ્મીરના કુલગામમાં રવિવારે એક મોટા ઓપરેશનમાં એક સાથે પાંચ આતંકવાદીને ઠાર મારતાં સેનાએ મોટી સફળતા મેળવી છે. આઠ કલાકથી વધુ ચાલેલા ઘર્ષણના અંતે તમામ આતંકી ફૂંકી મરાયા હતા.
માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સુરક્ષા દળોએ જંગી માત્રામાં હથિયારો, વિસ્ફોટકો કબ્જે કર્યા હતા. મળતી માહિતી મુજબ, ગઇકાલે શનિવારની મોડી રાત્રે સેનાને કોલમ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી.
આ બાતમી બાદ રાષ્ટ્રીય રાયફલ્સ, કાશ્મીર પોલીસની એસઓજી ટીમ અને કેન્દ્રીય અનામત પોલીસ દળના જવાનોએ તલાશી અભિયાન છેડ્યું હતું.
બે ઘરમાં છુપાઇ બેઠેલા આતંકવાદીઓએ સેના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ રવિવારની સવારથી મોટું ઓપરેશન શરૂ કર્યું હતું.
આજે સવારે પાંચેક વાગ્યે કાર્યવાહી શરૂ કર્યાના છ કલાક પછી સેનાએ બે ઘરને ઉડાવી દીધાં હતાં. આ કાર્યવાહીમાં ઘરોમાં છુપાયેલા પાંચ આતંકી સ્થળ પર જ ઠાર મારી દેવાયા હતા.
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer