કવિ અને સંગીત સમીક્ષક લલિત વર્માનું અવસાન

કવિ અને સંગીત સમીક્ષક લલિત વર્માનું અવસાન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : ભવન્સ કલ્ચરલ સેન્ટરના સંયોજક, કવિ, ગઝલકાર સંગીતશિક્ષક અને સંગીત-સમીક્ષક લલિત વર્મા ગઈ કાલે અવસાન પામ્યા હતા. તેમની વય 74 વર્ષ હતી. તેમની અંતિમવિધિ આજે કાંદિવલીના દહાણુકરવાડી સ્મશાનભૂમિમાં કરવામાં આવી હતી. તેમના પરિવારમાં બે પુત્રો નયનભાઈ અને કેયુરભાઈનો સમાવેશ છે.
અંધેરીના ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં ગઈ કાલે રાતે લગભગ 7.30 વાગ્યે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યાર બાદ તેમનું અવસાન થયું હતું.
લલિત વર્માનો જન્મ 1944માં થયો હતો. તેમણે શરૂઆતનાં વર્ષો કાલબાદેવીની ડબલ રૂમમાં ગુજાર્યા હતા. સંસ્કૃત અને હિન્દીમાં તેમને સારી ફાવટ હતી. શિષ્યવૃત્તિ મેળવી મેટ્રિક અને પછી કૉમર્સ ગ્રૅજ્યુએટ થયા હતા. એ પછી ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. જોકે તેમની સંગીતપ્રતિભા અને પ્રેમ છૂપો રહી શક્યાં નહોતાં.
તેમના પિતા બાબુલાલ કારિયા (પછીથી વર્મા અટક અપનાવી હતી) સાથે વર્મા ભજનમંડળીમાં જતા હતા. તેમના પિતા શીઘ્રકવિ હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer