કૉંગ્રેસ કારોબારીની મિટિંગ દક્ષિણ ગુજરાતમાં યોજાશે?

ગાંધીનગર, તા. 11 : કૉંગ્રેસ પક્ષના પ્રમુખ રાહુલ ગાંધી સામાન્ય ચૂંટણીના પ્રચારની શરૂઆત વલસાડના ધરમપુરમાં 14મી ફેબ્રુઆરીથી કરશે. ત્યાર પછી કૉંગ્રેસ કારોબારીની મિટિંગ ગુજરાતમાં યોજાશે. અૉલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના એક સભ્યે જણાવ્યું હતું કે ગુજરાતમાં કારોબારીની મિટિંગ યોજવાના નિર્ણયને અંતિમ સ્વરૂપ અપાઈ ગયું છે અને તે માટેની તારીખ તથા ચર્ચા વિષયની રૂપરેખા વિચારાઈ રહી છે.
જોકે, આ મિટિંગ માટેની જગ્યા નક્કી થવાનું બાકી છે પણ મનાય છે કે દક્ષિણ ગુજરાતમાં કારોબારીની મિટિંગ આ મહિનાના પછીના ઉત્તરાર્ધમાં મળે એવી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer