નરમ શૅરો : નિફ્ટી 10,900ની નીચે

મુંબઈ તા. 11 : શૅરબજારે આજથી શરૂ થતા નવા સત્રની શરૂઆત પણ નરમાઈના ટોને કરી હતી. એશિયન બજારોનો આજે સવારે મિશ્ર ટોન હતો. તો હૂંડિયામણ બજારમાં ડૉલર સામે રૂપિયો સુધારાતરફી ખુલ્યો હતો. પણ અગ્રણ્ય શૅરો જેવા કે ડૉ. રેડ્ડીઝ લેબો., મહિન્દ્રા-મહિન્દ્રા, તાતા મોટર્સ, આઇશર મોટર્સના શૅરોના ઘટાડાત્મક ઝોકે બજારમાં વેચવાલીનું માનસ વધ્યું હતું. આજે સવારે 10.03 વાગે સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનામાં 187 પોઈન્ટ તૂટી 36,359ની તો નિફ્ટી 71 પોઈન્ટના ઝડપી ઘટાડાએ 10,872ની સપાટીએ ઊતરી ગયા હતા. અન્ય શેરોમાં હીરો મોટો કોર્પ, ઓએનજીસી, લાર્સન, કોલ ઇન્ડિયા અને આઈટીસી પણ એક ટકો ઘટયા હતા. આજે આઈશર મોટર,  હિ. કોપર, મેક્સ ઇન્ડિયા, આંધ્ર બૅન્ક, કેર રેટિંગ, એમટેક અૉટો પાવર ફાઈ. કૉર્પો સહિતની 313 કંપનીઓનાં ત્રિમાસિક પરિણામ જાહેર થનાર છે.

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer