અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીનગર, તા. 11: ભારતીય ચૂંટણી પંચની સ્થાપના 25 મી જન્યુઆરી 1950માં કરવામાં આવી હતી. દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે અને મહાત્મા મંદિર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે લોકતંત્રની સાચી ઓળખ છે, મતદાતાઓ લોકશાહીના સંરક્ષક છે.
આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતુ કે,ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે .ભારતમાં વિવધ સંસ્કૃતિ,ભાષા,ધર્મ -સંપ્રદાય, પ્રાંત, ભૌગોલિક પરિસ્થિતી, શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અનેક અડચણો વચ્ચે પણ દેશમાં સફળ ચૂંટણીઓ સંપન્ન થાય છે. તે માટે તેમણે તમામ અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મતદાર યાદી સુધારણા-2018માં શ્રેષ્ઠ કામગીરી કરનારા તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.