સંસદમાં આજે રફાલ અંગે કેગના અહેવાલની શક્યતા

યુદ્ધવિમાન ખરીદી માટે નિયમો બદલ્યાનો કૉંગ્રેસનો આક્ષેપ
નવી દિલ્હી, તા. 11: રાફેલ સોદા મામલે સોમવારે સવારે કોંગ્રેસ આક્રમક અંદાજમાં આવી ગયો હતો. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર રાફેલ સોદાને લઈને કેન્દ્ર સરકાર એટલી ઉતાવળમાં હતી કે સરકારે એન્ટી કરપ્શન ક્લોઝ જેવી મહત્ત્વપૂર્ણ શરતને પણ હટાવી દીધી હતી. આ અહેવાલ પ્રકાશિત થયા બાદ કોંગ્રેસના નેતાઓએ ટ્વિટ કરીને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સોમવારે રાફેલ ઉપર કેગે પોતાનો રીપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો અને આવતીકાલે મંગળવારે રીપોર્ટ સંસદમાં રજૂ થવાની સંભાવના છે. રાહુલ ગાંધીએ આ દરમિયાન આરોપ મૂકતા કહ્યું હતું કે, નિયમ બદલીને પીએમએ લૂંટમાં સહકાર આપ્યો હોવાનું સાબિત 
થાય છે. 
ધ હિન્દુમાં પ્રકાશિત થયેલા રીપોર્ટ અનુસાર સરકારે એક એક્રો એકાઉન્ટ રાખવા માટે આર્થિક સલાહકારોનાં સૂચનો પણ ફગાવ્યા હતા, કારણ કે પીએમઓએ બેન્ક ગેરન્ટી કે બાંહેધરી આપવાની શરતને દૂર કરવાનું દબાણ બનાવ્યું હતું. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, અંદાજિત 7.87 અબજ યુરોના રાફેલ સોદામાં ભારત સરકારે અમુક વધુ પડતી છૂટછાટ આપી હતી. આંતર સરકારી સમજૂતી ઉપર હસ્તાક્ષરના અમુક દિવસ અગાઉ ભ્રષ્ટાચાર વિરોધી દંડ એન એક્રો એકાઉન્ટ મારફતે ચૂકવણી સહિતની મહત્ત્વપૂર્ણ જોગવાઈને દૂર કરવામાં આવી હતી. 

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer