સેલ્સ ઍગ્રીમેન્ટ રજિસ્ટર ન કરાવનાર બીલ્ડરને મહારેરાએ 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

સેલ્સ ઍગ્રીમેન્ટ રજિસ્ટર ન કરાવનાર બીલ્ડરને મહારેરાએ 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
મુંબઈ, તા. 11 : ખરીદદાર સાથે કરેલો સેલ્સ એગ્રિમેન્ટ રજિસ્ટર ન કરાવનાર બીલ્ડરને તાજેતરમાં મહારેરાએ દંડ ફટકાર્યો છે. સુનાવણી દરમિયાન મહારેરાને ખબર પડી હતી કે, નક્કી થયેલી રકમના દસ ટકા મેળવ્યા બાદ પણ બીલ્ડરે 10 વર્ષ સુધી ખરીદદાર સાથેનો સેલ્સ એગ્રિમેન્ટ રજિસ્ટર કરાવ્યો નહોતો. રેરા ઍક્ટની કલમ 13 મુજબ ખરીદદાર નક્કી થયેલી રકમના 10 ટકા ભરી દે એટલે એગ્રિમેન્ટ રજિસ્ટર કરાવવું જરૂરી છે. બીલ્ડરે નિયમોનુ ઉલ્લંધન કર્યું હોવાથી તેને 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 
ઘનશ્યામ પ્રૉપર્ટીસ વિરુદ્ધ મનીષ ભગતાનીએ મહારેરામાં ફરિયાદ નોંધાવી હતી. ભગતાનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અંધેરી લિન્ક પ્લાઝામાં તેણે 15.99 લાખ રૂપિયામાં અૉફિસ માટે જગ્યા બુક કરાવી હતી અને અત્યાર સુધીમાં બધી જ રકમ ચૂકવી દીધી છે. બીલ્ડરે અલોટમેન્ટ લેટર આપ્યો હતો પણ સેલ્સ એગ્રિમેન્ટ રજિસ્ટર કરાવ્યું નહોતું.  તેમ જ તેણે આક્ષેપ કર્યો હતો કે, બીલ્ડરે ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) લીધા વગર જ મે 2018માં અૉફિસની જગ્યાનું ફિટ આઉટ પઝેશન આપી દીધું હતું. ભગતાનીની ફરિયાદ યોગ્ય ફોર્મેટમાં ન હોવાથી રદ કરાવવાનો આક્ષેપ બીલ્ડરે કર્યો હતો અને કહ્યું હતું કે, અલોટમેન્ટ લેટરમાં પઝેશનની તારીખનો ખુલાસો કરવામાં નહોતો આવ્યો. તેમ જ ઓસી મેળવવામાં જાણીજોઈને કોઈ વિલંબ થયો નહોતો. 
મહારેરાએ બન્ને પક્ષની ફરિયાદ સાંભળીને અને તપાસ કરીને ચકાસ્યું હતું કે, જુલાઈ 2007માં જગ્યા બુક કરાવ્યા પછી ભગતાનીએ બધી જ રકમ ચૂકવી દીધી હતી. જ્યારે બીલ્ડર સેલ્સ એગ્રિમેન્ટ રજિસ્ટ્રેશન ન કરાવવાનું ચોકક્સ કારણ આપી શક્યો નહોતો એટલે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer