600 કરોડના ખર્ચે કિલ્લાઓનું સમારકામ થશે

600 કરોડના ખર્ચે કિલ્લાઓનું સમારકામ થશે
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રના કિલ્લાઓ અને ત્યાં સુધી જતા રસ્તાઓનું સમારકામ કરવા માટે રાયગડ ડેવલપમેન્ટ અૉથોરિટી (આરડીએ)એ 600 કરોડ રૂપિયાનો જૉઇન્ટ ફન્ડિંગ પ્લાન બનાવ્યો છે. એમાંથી 28 કરોડ રૂપિયાનું કામ શરૂ થઈ ગયું છે. 600 કરોડ રૂપિયામાંથી 113 કરોડ રૂપિયા રાયગડ કિલ્લાના સમારકામ માટે ફાળવવામાં આવ્યા છે. તદુપરાંત કેન્દ્ર સરકારે મહાડ-રાયગડ કિલ્લાના રસ્તા માટે 236 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સુધારાના કામમાં જગડેશ્વર મંદિરનું વૈજ્ઞાનિક ઢબે સમારકામ કરવું જરૂરી છે. 
રાજ્યમાં જંગલોમાં જ 300 જેટલા કિલ્લા આવેલા છે. વિશાલગડ અને રાયગડમાં સેલ્ફ-હેલ્પ ગ્રુપે કિલ્લાની જાળવણી માટે ઘણાં કાર્યો ર્કાં હતાં, પરંતુ ફૉરેસ્ટ ઍક્ટ રેગ્યુલેશન અને હેરિટેજ લૉ એટલા આકરા છે કે તેમણે કરેલાં કાર્યો પૂરતાં નથી એથી પોતાના મનથી કામ કરતી લગભગ 200 જેટલી સંસ્થાઓમાં ઉશ્કેરાટની લાગણી ફેલાઈ હતી. એ માટે રાયગડમાં એક ફોર્ટ કૉન્ફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં કિલ્લાઓના સંરક્ષણ માટે સ્ટેકહોલ્ડરો એકઠા થયા હતા. 45 કિલ્લાઓ આર્કિયોલૉજી સોસાયટી અૉફ ઇન્ડિયા (એએસઆઇ) હેઠળ આવે છે. જ્યારે 33 કિલ્લા રાજ્યના એએસઆઇ માલિકીના છે. મહારાષ્ટ્રના કિલ્લાઓનું સમારકામ યોગ્ય રીતે થાય એ માટે બધા જ કિલ્લાઓને એક છત્ર હેઠળ લાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે.
પન્હાળા, સિંધુદુર્ગ અને સોલાપુરનો 
જૂનો કિલ્લા (ભોઈકોટ ફોર્ટ), વિદર્ભ અને શિવનેરી કિલ્લા સહિત 10 કિલ્લા માટે 100 કરોડ રૂપિયા અલગથી ફાળવવાનું વચન એએસઆઇ સેન્ટરે આપ્યું છે. યુરોપ અને બ્રિટન જેવાં ફરવાનાં સ્થળોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના કિલ્લાઓનું સમારકામ હાથ ધરવામાં આવશે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer