વૃંદાવનમાં મધ્યાહન ભોજન કાર્યક્રમમાં વડા પ્રધાને આપી હાજરી
નવી દિલ્હી, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વૃંદાવનમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના મધ્યાહન ભોજન કાર્યક્રમમાં શાળાના બાળકોને ભોજન પિરસવા માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, સૌનો સાથ, સૌનો વિકાસ જ નવા ભારતના વિકાસનો રસ્તો છે.
મોદીએ કહ્યું હતું કે, સમર્પણ કોઈ સન્માન માટે નથી થતું. 1500 બાળકોથી શરૂ થયેલું અક્ષયપાત્ર અભિયાન આજે 70 લાખ બાળકો સુધી પહોંચી ગયું હતું. અક્ષયપાત્ર 10 જિલ્લામાં કામ કરી રહ્યું છે. સ્વસ્થ ભારત માટે પોષિત બાળકો હોવા જરૂરી છે. મોદીએ ઉમેર્યું હતું કે, જે દાન કર્તવ્ય સમજીને કોઈપણ પ્રકારના ઉપકારની ભાવના વિના, ઉચિત સ્થાને, ઉચિત સમયે યોગ્ય વ્યક્તિને કરવામાં આવે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે. મોદીએ ગાયનો ઉલ્લેખ કરતા કહ્યંyં હતું કે, ગૌમાતાના દૂધનું કરજ કોઈ ચૂકવી શકે તેમ નથી. ગાય આપણી સંસ્કૃતિ અને પરંપરનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ગાય ગ્રામિણ અર્થવ્યવસ્થાનો પણ મહત્વપૂર્ણ ભાગ છે.
સૌનો સાથ, સૌનો વિકાસ નવા ભારતનો માર્ગ : મોદી
